શું અમેરિકાની જેમ ભારતમાં પણ જેલનું સંચાલન ખાનગી લોકોને સોંપવામાં આવશે ?

top news Publish Date : 03 February, 2020

શું અમેરિકાની જેમ ભારતમાં પણ જેલનું સંચાલન ખાનગી લોકોને સોંપવામાં આવશે ?

gujratpost
desk
અમેરિકાના કેલિફોર્નિયામાં જેલ નું સંચાલન ખાનગી કંપની ચલાવી રહી છે જેલ સંચાલન કરી રહેલી કંપનીને એક કેદીને એક દિવસ જેલમાં રાખવા માટે અમુક ડોલર ચુકવવામાં આવે છે આ ખાનગીકરણ ત્યાં સામાન્ય છે પરંતુ ખાનગી કમ્પની જેલ ચલાવવા અને મોટો નફો કરવા માટે જેલ ને પણ ધંધા ની જેમ જુએ છે અને કેદીના નિયત સમય કરતા વધુ દિવસ જેલમાં રાખીને વધુ ને વધુ કમાણી કરે છે આ વાત તો થઇ અમેરિકાની જોકે ત્યાં આવી જેલ અને તેનું સંચાલન ખાનગી કમ્પની પાસેથી કરવાના કોન્ટ્રાકટ ને 2028 માં બંધ કરવામાં આવશે જોકે હવે મૂળ વાત ઉપર આવીયે તો શું ભારત માં પણ જેલ નું સંચાલન ખાનગી હાથમાં આવી શકે છે ? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે કેટલાક દલાલ લોબિસ્ટ જેલના ખાનગીકરણ માટે માહોલ બનાવવા માટે અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે અને તેનું લોબિંગ પણ ડિટેનશન સેન્ટર માટે શરૂ કર્યાની ચર્ચા હાલ ઉઠવા લાગી છે દિલ્હી ના લુટિયન ઝોનમાં આવા દલાલોની કોઈ કમી નથી જે લોબિંગ કરીને માહોલ ઉભો કરતા હોઈ પરંતુ અહીં સવાલ એ આવે છે કે શું ભારતમાં પણ અમેરિકાની જેમ જેલ નું સંચાલન ખાનગી કમ્પની કે કોન્ટ્રાક્ટર ને આપવામાં આવશે ? આવું બની તો ન શકે પરંતુ અશક્ય કઈ જ નથી માટે સાવધાન થઇ ને આખો ખેલ જોતા રહેવા જેવું છે અને આવું માહોલ કોણ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે તેને ઓળખવા પણ જરૂરી છે 

Related News