જામજોધપુર શહેરમાં જીવદયા ગૌસેવા ગ્રૂપના કાર્યકર્તાઓનું સેવાકાર્ય

SAURASHTRA Publish Date : 11 May, 2021 09:56 AM

જામજોધપુર શહેરમાં જીવદયા ગૌસેવા ગ્રૂપના કાર્યકર્તાઓનું સેવાકાર્ય

દર્શન મકવાણા
જામજોધપુર શહેરના જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.જેવો નિરાધાર ગાયોની તો સારવાર કરે જ છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીમાં આ જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ ફ્રી સેવા આપી કરે છે મૃતદેહોની અંતીમવિધિ...
       હાલની કોરોના   મહામારીમાં શ્રી જીવદયા ગૌસેવા ગ્રૂપના યુવાઓ જેઓની માનવતા આજ પણ જીવે છે તે સાબિત કરે છે અને સ્મશાનમાં સેવા આપી રહ્યા છે.તે ગ્રુપના યુવાઓ મૃત્યુ પામનાર મૃતદેહોની તમામ પ્રકારની અંતિમ વિધિ નિસ્વાર્થ ભાવે કરે છે. તથા કોરોનામાં મૃત્યુ પામનારા દર્દીઓ માટે અંતીમયાત્રાના વાહનની પણ આ ગ્રુપ દ્વારા ૨૪ કલાક નિ સ્વાર્થ ભાવે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.વધુમાં કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોને બોડી કવર, અને અંતિમ વિધિ કરવા માટે તેમના સ્વજનો ને પી.પી.આઈ કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે... આમ જીવદયા ગૌસેવા ગ્રૂપના આ યુવાઓ દ્વારા પ્રશશનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Related News