રાજકોટ પોસ્ટ વિભાગના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે કોરોના વેક્સિનેશનનું આયોજન થયું ;કર્મચારીઓએ લીધો બીજો ડોઝ 

RAJKOT-NEWS Publish Date : 11 May, 2021 08:39 AM

રાજકોટ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ શહેરમાં કાર્ય કરતાં પોસ્ટના ફ્રંટ લાઈન કર્મચારીઓ માટે વેક્સિનનો 2 જો ડોઝ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું , આ આયોજન પોસ્ટ વિભાગના શ્રી સુનિલભાઈ લોલાડીયા દ્વારા RMCના સહયોગથી જશ્મીન રાઠોડ, ડૉ. મૌલીબેન ગણાત્રા, ડૉ.રાજીવબેન કાનાબાર, પિયુષ ધરાજીયા વગેરે દ્વારા કરાયું હતું , સમગ્ર આયોજન તા. 7.5.2021 અને 8.5.2021 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ. અને પોસ્ટના ઘણાં કર્મચારીઓએ લાભ લીધેલ હતો,આ તકે પોસ્ટ ખાતા તરફથી RMC ની આરોગ્ય કેન્દ્રની ટીમ નો આભાર શ્રીસુનિલભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ.

Related News