વેરાવળ બંદરે 2 નમ્બરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું : તંત્ર એલર્ટ મોડમાં ભારે પવન-વરસાદીની સંભાવના 

TOP STORIES Publish Date : 15 May, 2021 07:07 PM

વેરાવળ બંદરે 2 નમ્બરનું ભય સૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું : તંત્ર એલર્ટ મોડમાં ભારે પવન વરસાદીની સંભાવના 

વેરાવળ 

ટૌકાતે વાવાઝોડાના ખતરાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરને સાબદા કર્યા છે , તો ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ રાખવામાં આવ્યો છે, તો ગીર સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ બંદર પર 2 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવાયું છે. જેના પગલે વેરાવળ બંદર પર બોટોનો ખડકલો થયો છે... બંદરની મોટા ભાગની બોટ પર પરત ફરી છે... 70 જેટલી બોટ દરિયામાં હોય તેને પરત લાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે... જેના પગલે હજુ ઘણી બોટો બંદર તરફ આવી રહી છે... વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અગત્યની બેઠક યોજાઈ હતી... વર્તમાન કોરોનાની મહામારીમાં તમામ દુર્ગમ પરિસ્થિતિમાં કોવિડ હોસ્પિટલો, અને આરોગ્ય કેન્દ્રો પર દર્દી ઓની સારવારમાં કોઈપણ અડચણ ન આવે તેના માટે તંત્ર દ્વારા તમામ હોસ્પિટલમાં રિઝર્વ પાવર સપ્લાયની વ્યવસ્થા કરાઈ રહી છે... તેમજ નીચાણ વાળા વિસ્તારમાં લોકોના કોરોના ટેસ્ટ કરીને પોઝીટીવ દર્દીઓને અલગ તારવીને બાકીના લોકોને સાયક્લોન સેન્ટર અને શાળાઓમાં સ્થળાંતર કરવા માટેની પણ તંત્રએ તમામ વ્યવસ્થા હાથ ધરી છે...

ગીર સોમનાથ જિલ્લામાં 24 ગામડા અને 03 શહેરો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.. ભારે વરસાદની સ્થિતિમાં લોકોને બચાવી લેવા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવ્યા છે  NDRFની 2 અને  SDRFની એક ટીમ રાઉન્ડ ધી કલોક તૈનાત રહેશે...  જિલ્લાનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં 12 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાની સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે... તમામ નાગરિકોનું યુદ્ધનાં ધોરણે આજ અને કાલ કોરોના ટેસ્ટિંગ હાથ ધરાશે...  જિલ્લામાં પાંચ દિવસ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે... ગીરસોમનાથ જિલ્લામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, એસ.પી., ડે.કલેક્ટર, મામલતદારો, ટી.ડી.ઓ., ચીફ ઓફિસરો સહિત દરેક વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.. 

Related News