કોરોના અંગેની રાહુલ ગાંધીની આગાહીને મજાક માનનારા આજે દેશને મુશ્કેલીમાં મૂકી રડાવી રહ્યા છે :કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું ભાવનગરમાં મહત્વનું નિવેદન 

NATIONAL NEWS Publish Date : 15 May, 2021 07:50 PM

કોરોના અંગેની રાહુલ ગાંધીની આગાહીને મજાક માનનારા આજે દેશને મુશ્કેલીમાં મૂકી રડાવી રહ્યા છે :કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું ભાવનગરમાં મહત્વનું નિવેદન 
 

bhavnagarદેશમાં કોરોના ની સ્થિતિથી સૌકોઈ આવગત છે , દેશમાં એક પણ એવો જિલ્લો કે રાજ્ય નથી જ્યાં કોરોના એ કહેર ન વર્તાવ્યો હોઈ , આ સ્થિતિ અંગે આખરે કોણ જવાબદાર છે એ સવાલ આજે સૌકોઈ પૂછી રહ્યા છે , ત્યારે કોંગ્રેસના દિગ્જ્જનેતા શક્તિસિંહ ગોહિલે આજે ભાવનગરમાં નિવેદન આપીને મહત્વનું નિવેદન અપાયું છે , શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે રાહુલ ગાંધીએ 20 ફેબ્રુઆરી 2020 માં જ કોરોના ની સ્થિતિ ભયાનક થવા અને કોરોના સુનામી આવવા અંગે ચેતવણી આપી હતી જેને કેટલાક લોકોએ મજાક બનાવીને રજુ કરી હતી રાહુલ ગાંધીની મજાક આજે દેશને ભરી પડી રહી છે આજે દેશ રોઈ રહ્યો છે એ વાતને ગંભીરતાથી ન લેવાના કારણે, ભાવનગર ખાતે સર.ટી હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ સર્જાઇ છે તેની સમીક્ષા માટે શક્તિસિંહ ગોહિલ અને અન્ય કોંગ્રેસના આગેવાનોએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, મીડિયા બાઈટ આપતા શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કોરોના નિયંત્રણ લાવવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જે રીતે એક મિસકોલ મારી ભાજપના સભ્ય બનવાની વાતો કરતા બીજેપીના લોકો એક મિસકોલ કરવાથી વેક્સિન મળવાની વ્યવસ્થા ગોઠવવામાં કેમ નિષ્ફળ ગઈ,  પરિસ્થિતિને પહોંચી વળવા અગાઉ આયોજન કરવું જોઈએ હાલ કોરોના માટે અકસીર સાબિત થઇ રહેલ remdesivir ઇન્જેક્શન બહારના દેશોને એક્સપોર્ટ કરો છો અને અહીં કાળા બજાર થાય છે થોડા દિવસ પહેલા સુરતમાં માજી કોર્પોરેટર નો દીકરો ઇન્જેક્શન ડુબલીકેટ કરતા પકડાયો હતો જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય ભાજપે ડૂબી મરવું જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું,  મુખ્યમંત્રી વિષે સવાલ પૂછતા શક્તિસિંહ જણાવ્યું હતું કે વાત સહેલી અને મજાકનું સાધન બની ગયા છે મુખ્યમંત્રી, સરકાર કોરોના મહામારીમાં આયોજન ગોઠવવા માં બધી જ રીતે નિષ્ફળ ગયું છે, ગ્રામ્ય માં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે તે સરકારની અણ આવડતના કારણે અને આયોજન તેમજગોઠવણના કારણે વધી રહ્યા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવતાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે સીએમ વિજયભાઈ રૂપાણી પહેલા શક્તિસિંહ ગોહિલની આ મુલાકાત સૂચક છે 

Related News