શું વિશ્વયુદ્ધ થશે ? ઇઝરાયલ અને ફિલીસ્તીન વચ્ચે ખૂની સંઘર્ષ શરૂ ઈઝરાઈલે ગાઝામાં થલસેના અને ટેન્ક ઉતાર્યા 

INTERNATIONAL Publish Date : 15 May, 2021 09:18 AM

શું વિશ્વયુદ્ધ થશે ? ઇઝરાયલ અને ફિલીસ્તીન વચ્ચે ખૂની સંઘર્ષ શરૂ ઈઝરાઈલે ગાઝામાં થલસેના અને ટેન્ક ઉતાર્યા 

 
ન્યૂઝ ડેસ્ક 
 
મધ્ય એશિયામાં શાંતિને પલીતો છપાયો છે , ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી ચાલતા ખૂની અને અવિરત સંઘર્ષના ગાળામાં છેલ્લા 1 સપ્તાહથી ભીષણતા વધી છે પેલેસ્ટાઇનના સંગઠન હમાસ દ્વારા ઈઝરાઈલ ઉપર છોડવામાં આવેલા રોકેટ અને તેને લઈને યહૂદી દેશના નાગરિકોના મોતને લઈને હવે ઈઝરાઈલ ભારે ગુસ્સે થયું છે અને કોઈ પણ ભોગે તે પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસ ને ઠેકાણે પાડવા બેબાકળું થયું છે, ચારે તરફ મુસ્લિમ દેશોથી ઘેરાયેલા ઈઝરાઈલે તમામ પાડોશીઓને જયારે જરૂર પડી છે ત્યારે સબક શીખવ્યો છે આ વખતે ઈઝરાઈલ ખાલી સબક શીખવવા જ માંગતું નથી પરન્તુ હમાસ ને ખતમ કરવા માંગે છે જેથી બંને દેશો વચચે ના સંઘર્ષમાં કૈક અંત આવે , જોકે ઈઝરાઈલના આ લડાયક અભિગમ થી કદાચ વિશ્વયુદ્ધ ફાંટી નીકળે તો નવાઈ પામવા જેવું નહિ રહે, ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચે નો સંઘર્ષ હવે ધીમે ધીમે મોટા યુદ્ધમાં પરિવર્તિત થઇ રહ્યો છે જેમાં ઈઝરાઈલે રોકેટ અને ફાઈટર પ્લેટ તેમજ મિસાઈલ વડે હમાસના સંખ્યાબંધ ઠેકાણાઓ સહીત પેલેસ્ટાઇનના ગાઝામાં 200 જેટલી ઇમારતો ધ્વસ્ત કરી નાખી છે , જોકે હવે યુદ્ધને નિર્ણાયક બનાવવા ઈઝરાઈલે ગાઝામાં સેનાએ ઉતારવાનું મન બનાવી લીધું છે આ લખાઈ છે તારે ગાઝા બોરડ ઉપર ટેન્ક અને થલસેનાના સૈનિકોને ઉતારી દેવામાં આવ્યા છે અને હમાસ ને સબક શીખવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે ઈઝરાઈલના નેતા એન્જામિન નેતેનયાહૂ એ હમાસ ને ખતમ કરવાની ખુલ્લી ધમકી આપી છે ત્યારે ઇસ્લામિક દેશો શું સ્ટેન્ડ લ્યે છે અને રશિયા શું કરે છે એ જોવા નું રહેશે કારણ કે અમેરિકાએ ઈઝરાઈલ ને ખુલ્લો ટેકો આપ્યો છે 
 
 

Related News